શ્રી હરિરાયજી મહાપ્રભુજીની કૃપા સદા સર્વ ભક્તો પર વરખાય.
પરમ ભગવદિયાની કૃપાથી, સમગ્ર ભારતમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી ની કુલ સાત પવિત્ર બેઠકો છે:
1. ગોકુલ
2. નાથદ્વારા
3. જૈસલમેર
4. ડાકોર
5. સાવલી
6. જંબુસર
7. ખિમનોર
આ સાતમાંથી વડોદરા જિલ્લાના સાવલી ગામમાં તળાવના કિનારે સ્થિત બેઠક, તેની ધાર્મિક મહત્તા, ભવ્યતા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે વિશેષ જગવિખ્યાત છે. અહીં શ્રીમદ્ ભાગવત પારાયણ, સત્સંગ અને જીવાત્માની ઉદ્ધાર સેવા પેઢીઓથી ચાલી આવે છે.
આ બેઠક પર હાલમાં અનંત શ્રી વિભૂષિત જગદગુરુ દ્રિતીય પીઠાધીશ્વર પ.પૂ.ગો. શ્રી કલ્યાણરાયજી મહારાજ શ્રી(નાથદ્વારા-ઇન્દોર) મહાપ્રભુજીના આશીર્વાદથી સંચાલન થાય છે.
બેઠક પાસે પોતાની લગભગ સવા બે લાખ ચોરસ ફુટ જેટલી જમીન છે, જેમાં
– મુખ્ય મંદિર
– અપરસ સ્નાનગૃહ
– આરોગ્ય નિવાસ
– બાગ-બગીચા તથા
– સુંદર પરીસર
વિકાસ કાર્ય સરસ રીતે કરવામાં આવ્યું છે.
ઘણા વૈષ્ણવો અહીં આવતા હોય છે, પરંતુ રહેઠાણની સુવિધા અભાવે ઘણી વાર ઈચ્છા હોવા છતાં રોકાઈ શકતા ન હતા. તેથી વૈષ્ણવ અતિથિ ગૃહ તથા સત્સંગ હોલના બાંધકામનું પવિત્ર કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
– ગ્રાઉન્ડ ફ્લોર: શ્રી વિઠ્ઠલનાથજી સત્સંગ મંદિર
– પ્રથમ માળ: શ્રી વલ્લભીય વૈષ્ણવ નિવાસ (રૂમ વ્યવસ્થા)
આ કાર્યનો અંદાજીત ખર્ચ લગભગ સવા કરોડ રૂપિયા છે. ભૂમિ-પૂજન પૂ.પા.ગો. શ્રી ૧૦૮ હરિરાયજી મહોદયશ્રી (નાથદ્વારા–ઇન્દોર) ના કરકમલો દ્વારા કરવામાં આવ્યું છે. બાંધકામનું કાર્ય ધીમે ધીમે પ્રગતિ પર છે.
ટ્રસ્ટી મંડળ
શ્રી કલ્યાણરાયજી મહારાજશ્રી
દ્વિતીય પીઠાધીશ્વર 1008
શ્રી હરિરાયજી મહોદયશ્રી
દ્વિતીય ગૃહ યુવરાજ પ. પૂ. ગો. 108
શ્રી વદાન્યરાયજી બાવાશ્રી
દ્વિતીય ગૃહ કુમાર પ.પૂ.ગો. ૧૦૫
પ્રફુલભાઈ કે. પરીખ
મો. : ૯૪૨૬૫ ૧૦૭૪૧
અનિલકુમાર એન. શાહ
મો. : ૯૯૯૮૪ ૧૭૪૦૨
અતુલકુમાર ડી. શેઠ
મો. : ૯૪૦૯૪ ૭૬૧૦૬
સુનિલભાઈ પી. શાહ
મો. : ૯૪૨૭૭ ૮૭૮૪૮
રમેશભાઈ બી. જોષી
મો. : ૯૪૨૮૦૦૫૯૨૫
ભક્તોની સુખાકારી, ધર્મ સેવા અને સત્સંગ પરંપરાને સતત પ્રગતિ તરફ લઈ જવું એ તમામ સભ્યોનો મુખ્ય ધ્યેય છે.